મોરબીમાં મહિલાએ ઘરે અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE






મોરબીમાં મહિલાએ ઘરે અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા મહિલાએ તેમના ઘરે ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું જેના પગલે તેણીનું મોત નિપજતા તેમના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ આ બાબતે જાણ થતાં એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.
બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટી વિસ્તારમાં રહેતા નિવૃત નેવી મેન મનસુખભાઈ બાવજીભાઈ ચૌહાણ (ઉમર ૬૯) નામના વૃદ્ધએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમના પુત્રી કિરણબેન ઉર્ફે પ્રિયાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉમર ૪૧) એ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર ખાતે તેમના ઘરે ફાંસો ખાઈ લીધેલ છે.જેથી તેણીનું મોત થયેલ છે.બનાવને પગલે મૃતકના ડેડબોડીને પીએમ માટે ખસેડીને એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.કયા કારણોસર કિરણબેન દ્વારા અંતિમ પગલું ભરવામાં આવ્યું તે હાલ તપાસનો વિષય છે.જોકે તપાસનીસ અધિકારી વાલભા ચાવડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક કિરણબેનના દસ વર્ષથી છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ તેઓ થોડો સમય પોતાના પરિવાર સાથે રહેતા હતા પરંતુ ભાઈ ભાભીઓ સાથે ઝઘડો થતો હોય બોલાચાલી થતી હોય મૃતકે મોરબીના વાવડી રોડ ઉપર અલગ મકાન રહી પોતે એકલા રહેતા હતા અને બ્યુટીપાર્લરનું કામકાજ કરતા હતા.જોકે એકલવાયા જીવન અને પારિવારિક ઝઘડાઓથી તેઓ કંટાળી ગયા હોય અને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
માળિયા(મિં.) ના રહેવાસી અસ્માબેન ઇમરાનભાઈ જેડા નામના ૨૭ વર્ષીય મહિલાને તા.૨૩ ના બપોરે દોઢ વાગ્યાના અરસામાં માળિયા નજીક આવેલ પટ્ટી વિસ્તારમાં તેઓના દિયર ઈરફાન અબ્દુલભાઈ જેડા દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હોય ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ મોરબી એ ડિવિઝન પોલીસે જણાવેલ છે અને એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી. જ્યારે ટંકારાના રહેવાસી જેઠાભાઈ નારણભાઈ મિયાત્રા નામના ૫૩ વર્ષના આધેડ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ટંકારાના પાટીયા નજીક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે શિવાની પ્લાઝામાં ન્યુ ગેલેક્સી સ્પા ખાતે મારામારીના બનાવમાં સરતાજભાઈ સતારભાઇ સુની નામના ૨૬ વર્ષના યુવાનને ઇજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે જાણ થવાથી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.


