મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી બોર્ડની પરીક્ષનો પ્રારંભ: વિદ્યાર્થીઓને કલેક્ટર સહિતના અધિકારી-આગેવાનોએ પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા


SHARE













મોરબીમાં આજથી બોર્ડની પરીક્ષનો પ્રારંભ: વિદ્યાર્થીઓને કલેક્ટર સહિતના અધિકારી-આગેવાનોએ પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા

ગુજરાતમાં આજથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિતની તમામ સુવિધાઓ શિક્ષણ વિભાગ દ્વારા ચેક કરી લેવામાં આવી છે અને આજે પરિક્ષાના પહેલા દિવસે કલેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકારવામાં આવ્યા હતા.

મોરબીના કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાપ્રવીણભાઈ અંબારીયા, ભાવેશભાઈ ભાલોડીયા અને શૈલેશભાઈ મેરજા સહિતના અધિકારીઓએ પરિક્ષાને લગતી તમામ વ્યવસ્થા ઊભી કરી દીધેલ છે અને આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે કલેકટર કે.બી.ઝવેરી મોએબીના શનાળા રોડે નવા બસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ ડીજેપી કન્યા વિધાલય ખાતે હાજર રહ્યા હતા અને તેઓને બોર્ડની પરીક્ષા આપવા માટે જતાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં આવકાર્યા હતા અને બોર્ડના વિદ્યાર્થીઓને તિલક કરીને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું આવી જ રીતે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર અધિકારી કે પછી આગેવાનો દ્વારા હાજર રહીને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેઓને પરીક્ષા માટે શુભકામનાઓ આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ધો. ૧૦ ની પરીક્ષા માટે દશ કેન્દ્રોના ૫૧ બિલ્ડીંગમાં કુલ ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્રોના ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવું શિક્ષણ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News