મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ


SHARE

















ટંકારા તાલુકામાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ

ટંકારા તાલુકામાં લગ્નની લાલચ આપીને ,૦૦,૦00 રૂપિયા પડાવી લઈને છેતરપીંડી આચરી હતી જે ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને ટંકારા પોલીસે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબ વર્ષ ૨૦૨૪ માં ફરીયાદીને લગ્નની લાલચ આપી હતી અને ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા ૧,૦૦,૦૦૦ પડાવીને છેતરપીંડી આચરેલ હતી જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન મકવાણા રહે. રાજકોટ વાળી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની કૃષ્ણરાજસિંહ ઝાલાને હકિકત મળી હતી જેના આધારે મહીલા આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણા રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તાલુકો ધ્રોલ વાળીને પકડીને મહિલા આરોપી પાસેથી છેતરપીંડી આચરીને પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા ૨૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળીને ૨૭,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા ની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 




Latest News