ટંકારા તાલુકામાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ
મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ
SHARE






મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ
મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખે મહા પાલીકાના કમિશનરને પત્ર લખીને શનાળા ગામે આવેલા ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ કરેલ છે.
રજુઆતમાં જણાવાયેલ છેકે, મોરબી મહાનગરપાલીકા બનેલ છે ત્યારે રાજકોટથી મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારમાં આવવા માટેનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે, શનાળા ગામનું ભગડામામા સર્કલ છે.તેથી લોકહીતમાં વિનંતી છેકે ભગડામામા સર્કલથી ભકિતનગર સર્કલની સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ચાલુ કરાવવી જોઇએ, કારણ કે રાત્રીના સમયે મોરબી મહાનગરપાલીકા હદ વિસ્તારનું એન્ટ્રી પોઈન્ટ રોશનીથી ચમકતુ હોઈ તે સારૂ લાગે.તેમજ બહારથી આવતા લોકોને મોરબી મહાનગરપાલીકા બની ગયેલ છે તેવો ભાવ થાય.માટે ત્વરીત ભકિતનગર સર્કલથી ભગડામામા સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવી જોઇએ. કારણે કે, શકત શનાળા ગામ રોડ ઉપર આવેલ છે તેમના લોકોને પણ આ સ્ટ્રીટ લાઈટની રોશનીથી અકસમાત થવાની સંભાવના પણ ઘટશે.તેથી વહેલામાં વહેલી તકે આ બાબતનું નિરાકણ કરાવશો તેવી માંગ મોરબી જીલ્લા, કોગ્રેસ સમિતી લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઇ ફેફરએ કરેલ છે.


