મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ઉત્કૃષ્ટ કરેલ કામગીરી કરનાર અધિકારી-જવાનોને સન્માનીત કરાયા
મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર
SHARE






મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાના તથા મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે પણ છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને કેટલાક આગેવાનો દ્વારા જે તે સમયે સેન્સ લેવામાં આવી ત્યારે પ્રમુખ પદ માટે થઈને દાવેદારી પણ નોંધાવી હતી પરંતુ ગુરુવારે જ્યારે પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય તે પ્રકારે પ્રદેશ ભાજપ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદે વર્ષોથી સંઘની વિચારધારા સાથે જોડાયેલા જયંતીભાઈ રાજકોટિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે
ગુજરાત પદેશ ભાજપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યું છે તેની સત્તાવાર જાહેરાત ગુરુવારે સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હરભોલે હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના દિલીપભાઈ પટેલને જે જવાબદારી સોંપવામાંથી આવી હતી તેઓએ હાજર રહીને કરી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજ્યના માજી મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે હું ધોરણ 5 થી સંઘની વિચારધારા સાથે જોડાયેલો હતો અને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાજપ માટે કામગીરી કરીએ છીએ એટલે અમારા માટે કશું જ નવું નથી અને આગામી સમયમાં હું મને મળેલી જવાબદારી સારામાં સારી રીતે નિભાવ માટેના પ્રયત્ન કરીશ અને અનેક કાર્યકર્તાઓના તપોબળના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આવડી મોટી પાર્ટી બની છે ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવે તે પ્રકારની કામગીરી ગોઠવવાની તેઓએ તૈયારી દર્શાવી હતી અને વ્યક્તિએ વ્યક્તિએ વિચાર જુદા હોય શકે પરંતુ એક અવાજથી ભાજપમાં જયારે કામ કરે છે ત્યારે કોઈ જુથ્થવાદ નથી હોતો અને મોરબી જીલ્લામાં હવે જુથ્થવાદ જેવુ લાગશે પણ નહીં


