માળિયા(મી)ના ખાખરેચી ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં પતિને પાંચ વર્ષની સજા
મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ
SHARE






મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ
ગુજરાતમાં ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી 31 માર્ચ પહેલા પૂર્ણ કરવા છે જેથી કરીને પોસ્ટ વિભાગને પણ આ કામગીરી સોંપવામાં આવેલ છે જેથી કરીને આ સેવા મોરબી પોસ્ટ ઓફિસે ખાતે શરૂ કરવામાં આવેલ છે.
આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. જેથી મોરબીના લોકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી છે તેઓ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી આવીને રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ-કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે અને નાગરિકને કોઈપણ ચાર્જ આપવાનો થતો નથી. અને રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે પોતાનું રેશનકાર્ડ તેમજ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ લઈને આવવાનો રહેશે. જેથી આ સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે પોસ્ટ વિભાગના અધિકારી પરાગ વસંતએ જણાવ્યુ છે.


