મોરબી મહાપાલિકાનો એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 14 આસામીઓની મિલકત સીલ
માળિયા(મી)ના ખાખરેચી ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં પતિને પાંચ વર્ષની સજા
SHARE






માળિયા(મી)ના ખાખરેચી ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં પતિને પાંચ વર્ષની સજા
માળિયા (મી)ના ખાખરેચી ગામે વર્ષ 2016 માં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપી પતિને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ગત તા. 17/2/16 ના રોજ રોહીશાળા ગામના સવિતાબેન વિરજીભાઈ કાલરીયાએ ફરિયાદ કરી હતી કે, તેની દીકરી પુષ્પાબેન (35) ના લગ્ન ખાખરેચી ગામે રહેતા જયેશ ચંદુભાઈ પારેજીયા સાથે થયા હતા અને ત્યાર બાદ ફરિયાદીની દીકરીને તેના પતિ જયેશ પારેજીયા, સસરા ચંદુભાઈ પારેજીયા અને સાસુ લલીતાબેન પારેજીયા એકસંપ કરીને પુષ્પાને ઘરકામ મામલે અવારનવાર ત્રાસ આપતા હતા તેમજ તેના ચારિત્ર્ય અંગે પણ શંકાઓ કરતા હતા.
આટલું જ નહીં ફરિયાદીની દીકરીને તેના પતિએ બાપના ઘરેથી પૈસા લઇ આવવા માટે દબાણ કર્યું હતું જે પૈસા લઇ આવીને આપી દીધા હોવા છતાં શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે ત્રાસ સહન ન થતાં કંટાળીને પરિણીતાએ ગત તા. 13/2/16 ના રોજ વહેલી સવારે પોતાના ઘરે આખા શરીરે કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી ફરિયાદીની દીકરીનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે પરિણીતાની માતાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
આ કેસ મોરબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા દલીલો કરવામાં આવી હતી અને દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેને ધૂયાને લઈને કોર્ટે આરોપી પતિ જયેશ ચંદુભાઈ પારેજીયા રહે. ખાખરેચી વાળાને પાંચ વર્ષની સખત કેદનીની સજા ફટકારી છે. અને જુદીજુદી કલામ હેઠળ કુલ મળીને 21 હજારનો દંડ કર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખ્ત કેદની સજાનો હુકમ કરેલ છે. જો કે, આરોપી સસરા ચંદુભાઈ પારેજીયા અને સાસુ લલીતાબેન પારેજીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.


