હળવદના વેગડવાવ ગામે બારી તોડીને તસ્કરે ઘરમાંથી કરી 1.30 લાખના દાગીનાની ચોરી
વાંકાનેર નજીક ટ્રક ટેન્કરને ટક્કર મારીને ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
SHARE






વાંકાનેર નજીક ટ્રક ટેન્કરને ટક્કર મારીને ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
વાંકાનેર ટોલટેક્સથી ચોટીલા તરફ જવાનો રસ્તા ઉપર આવેલ નાસ્તા હાઉસની સામેના ભાગમાંથી ટ્રક ટેન્કર લઈને યુવાને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી તેનું વાહન ટેન્કરમાં અથડાવ્યું હતું અને ત્યાર બાદ પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ટ્રેલર ડીવાઈડર સાથે અથડાવતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રક ટ્રેલરના ચાલકને માથા, કપાળ અને શરીરે ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રક કન્ટેનરના ચાલકે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલ (34)એ હાલમાં ટ્રક ટ્રેલર નં. એનએલ 1 એ ડી 1849 ના ચાલક મૃતક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવ રહે. મહેશપુર ગામ ભીખાડીહ સંગ્રામપુર થાના જિલ્લો મુંગૈર બીહાર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાકાનેર ટોલટેક્સથી ચોટીલા તરફ આગળ જવાના રસ્તે શિવ શક્તિ મહાદેવ હોટલ નાસ્તા હાઉસની સામેથી તે પોતાના હવાલા વાળું ટ્રક ટેન્કર નંબર જીજે 39 ટી 4815 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી મૃતક રાજીવકુમાર યાદવે તેના હવાલા વાળું ટ્રક ટ્રેલર ફરિયાદીના ટેન્કરમાં અથડાવ્યું હતું અને ત્યારબાદ પોતાના વાહનના સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ટ્રેલર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં રાજીવકુમાર યાદવને માથા, કપાળ, પેટ અને બંને પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે અર્જુનકુમાર પટેલે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


