મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની હાજરીમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ
મોરબી મહાપાલિકાના કમિશનરની હાજરીમાં આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી
SHARE






મોરબી મહાપાલિકાના કમિશનરની હાજરીમાં આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી
પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન ઘટક હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. અને તાજેતરમાં કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળાની આગેવાની હેઠળ કોર્પોરેશનની યુ.સી.ડી. શાખા, સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન આશ્રય લઇ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેર રસ્તા પર સુવાને બદલે દ્વારા લાભાર્થીઓને સમજાવી આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે. અને કમિશનર દ્વારા આશ્રયગૃહની સેવાઓ વધુમાં વધુ લોકો લાભ લે તેવા ઉમદા હેતુસર સંસ્થાના પ્રતિનિધિઓને અને સંચાલકને યોજનાકીય કાર્યપદ્ધતિ આશ્રયગૃહનો લાભ લેવા સહમત કર્યા હતા આ ડ્રાઈવ દ્વારા ૨૩ ઘર વિહોણા સંબંધિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું.


