મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે
મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગમાં રૂપિયા ખોટા થતાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો: એક લાખે રોજના એક હાજરનું પઠાણી વ્યાજ !
SHARE






મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગમાં રૂપિયા ખોટા થતાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો: એક લાખે રોજના એક હાજરનું પઠાણી વ્યાજ !
મોરબીમાં રહેતા યુવાનને ટાઇલ્સ ટ્રેડિંગના ધંધામાં વેપારીએ પૈસા ખોટા કર્યા હોવાથી કારકાનેદારને રૂપિયા આપવા માટે યુવાને 13 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેની સામે એક લાખે એક હજાર દરરોજના તે રીતે તોતિંગ વ્યાજ પણ આપવામાં આવતું હતું અને યુવાને લગભગ અડધી રકમ પરત ચૂકવી દીધી હતી તેમ છતાં પણ મૂળ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી યુવાને વ્યાજ વટાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી જે બાબતનો ખાર રાખીને યુવાનને ફોન કરીને ગાળો આપી હતી અને પૈસા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂની પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ-4 શેરી-7 માં રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવર (25) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરત ઉર્ફે બીકે બોરીચા રહે. બોરીચા વાસ લીલાપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને અગાઉ આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધેલા હતા તેની સામે અડધા રૂપિયા પરત ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ તેની પાસેથી મૂળ રકમની માંગણી કરી હતી જેથી ફરિયાદી યુવાને અગાઉ ભારત બોરીચા સામે વ્યાજ વટાવની ફરિયાદ કરેલ હતી જેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીના ફોનમાં ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વધુમાં ફરિયાદી ગૌરવભાઈ કાવર સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તે અગાઉ ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતો હતો અને ત્યારે તેની પાસેથી માલ લેનાર વેપારીઓએ તેના પૈસા ખોટા કર્યા હોવાના કારણે કારખાનામાં પૈસા આપવાના હતા જેથી તેને આરોપી પાસેથી 13,00,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા અને દરરોજના એક લાખે 1000 રૂપિયાના હિસાબે વ્યાજ ચૂકવવાનું હતું અને આરોપીને અડધી રકમ ચૂકવી આપેલ છે તેમ છતાં પણ મૂળ રકમ સહિતના રૂપિયાની માંગણી કરે છે અને અગાઉ કરેલ વ્યાજ વટાવની ફરિયાદનો ખાર રાખીને હવે પૈસા પરત નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે જેથી હાલમાં યુવાને ફરિયાદ નોંધાવેલ છે.


