વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસેથી ૧૬૮ બોટલ દારૂ ભરેલ કારે સાથે એક શખ્સ પકડાયો, ૪.૦૧ લાખનો મુદામાલ કબજે


SHARE











વાંકાનેરના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસેથી ૧૬૮ બોટલ દારૂ ભરેલ કારે સાથે એક શખ્સ પકડાયો, ૪.૦૧ લાખનો મુદામાલ કબજે

હોળી ધુળેટીના તેહવાર પહેલા વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કાર મળી આવી હતી જેથી પોલીસે ૧૬૮ બોટલ દારૂ સાથે ૪.૦૧ લાખનો મુદામાલ કબજે કરીને હાલમાં કારચાલકની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાની સૂચના મુજબ હોળી ધુળેટીનો તેહવારને ધ્યાને રાખીને પોલીસ દ્વારા દારૂની બદીને ડામવા માટે કામ કરી રહી છે અને તેવામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના બોર્ડ પાસે રોડ પરથી આરોપી સમદેવસિંહ ગજુભા ઝાલા (૩૬) રહે. રાયસંગપર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૬૮ બોટલ જેની કિંમત ૧,૦૧,૫૫૬ તથા કાર નં, જીજે ૧ કેયુ ૯૦૮૦ જેની કિંમત ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૪,૦૧,૫૫૬ નો મુદ્દામાલ કબજે કરેલ છે. અને હાલમાં જે આરોપીને પકડેલ છે તેની પાસેથી દારૂનો જથ્થો મંગાવનાર વિશાલ ગોરધનભાઈ કોળી રહે. વરડુસર તાલુકો વાંકાનેર વાળા હાજર મળેલ ન હતો જેથી કરીને બન્ને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધીને દારૂ મંગાવનાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી વાંકાનેરના તાલુકા પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.








Latest News