વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
Breaking news
Morbi Today

મોરબી : ઇન્સ્પાયર એવોર્ડ પસંદગીમાં શ્રી માથક પે-સેન્ટર શાળાની હેટ્રિક: સતત ત્રીજા વર્ષે એવોર્ડ મેળવ્યો


SHARE











મોરબી : ઇન્સ્પાયર એવોર્ડ પસંદગીમાં શ્રી માથક પે-સેન્ટર શાળાની હેટ્રિક: સતત ત્રીજા વર્ષે એવોર્ડ મેળવ્યો

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય-નવી દિલ્હી દ્વારા એનાયત કરવામાં આવતા “ઇન્સ્પાયર એવોર્ડ-૨૦૨૪-૨૫” માં શ્રી માથક પે-સેન્ટર શાળા-મોરબીની કૃતિ મોબાઈલ નેટવર્ક કનેક્ટર પસંદગી પામેલ છે.આ કૃતિ માથક પે-સેન્ટર શાળાના શિક્ષકો મનદીપભાઇ ગોસ્વામી અને કલ્પેશભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ ધો.૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રજપૂત ધર્મવીરસિંહ હઠીસંગભાઈ દ્વારા બનાવવામાં આવેલ છે.

સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કંઈક નવો વિચાર રજૂ કરવાની પ્રેરણા મળે, વિજ્ઞાન વિષયમાં રસ અને રુચી કેળવાય અને બાળકને કંઈક નવું ઇનોવેશન કરવાનું પ્રોત્સાહન મળે તેવા હેતુથી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દર વર્ષે બાળકો દ્વારા સંશોધિત કૃતિઓ માટે ઇન્સ્પાયર એવોર્ડ એનાયત કરવામાં આવે છે.ઇન્સ્પાયર એવોર્ડમાં પસંદ થયેલ કૃતિને રૂ.૧૦,૦૦૦ નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થી ધર્મવીરસિંહ દ્વારા પોતાની કોઠાસૂઝથી બનાવવામાં આવેલ ‘મોબાઈલ નેટવર્ક કનેક્ટર’ કૃતિ પસંદ થતાં વિદ્યાર્થી ધર્મવીરસિંહ તથા તેને માર્ગદર્શન આપનાર શિક્ષકો મનદીપભાઈ ગોસ્વામી તથા કલ્પેશભાઈ મકવાણા ઉપર માથક ગામના વાલીઓ તથા હળવદની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજવતા શિક્ષકો દ્વારા અભિનંદનવર્ષા થઈ રહી છે.આ એવોર્ડ અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી કુલ ૧૨૮૨ કૃતિઓની પસંદગી કરવામાં આવેલ છે.જેમાં મોરબી જિલ્લામાંથી ૧૮ કૃતિઓ પસંદ થયેલ છે અને હળવદ તાલુકામાંથી ૫ કૃતિઓ પસંદગી પામેલ છે.તે પૈકી માથક પે સેન્ટર શાળાની કૃતિ પસંદગી પામતા ઇનોવેટિવ વિદ્યાર્થીએ માથક ગામનું ગૌરવ વધારી અનોખી સીધ્ધી પ્રાપ્ત કરેલ છે.અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં શાળાની કૃતિ આધુનિક બળદગાડું,વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓછા સમયમાં વધુ કામ: ખેડૂત ખુશહાલ અને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં મોબાઈલ નેટવર્ક કનેક્ટર પસંદગી પામેલ છે.આમ, સતત ત્રીજા વર્ષે પણ આ એવોર્ડ મળતા શાળાના આચાર્ય તથા માથક શાળા પરિવાર દ્વારા અભિનંદન સહ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.








Latest News