વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે બીમારી સબબ આધેડે ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના સામાકાંઠે બીમારી સબબ આધેડે ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામેના ભાગે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા આધેડએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું અને બનાવને પગલે હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમા બીમારી સબબ અંતિમ પગલુ ભર્યુ હોવાનું સામે આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ મેરાભાઈ ધંધુકિયા નામના ૫૦ વર્ષના કોળી આધેડે તા.૧૦-૩ ના રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમના ડેડબોડીને પીએમ માટે અત્રે ખસેડવામાં આવ્યું હતું.હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ સ્ટાફના એ.એમ.ઝાપડિયા દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં મૃતકે બીમારી સબબ પગલુભર્યુ હોય તેવુ પ્રાથમીક તપાસમાં સામે આવેલ છે તેમ બી ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

આધેડ સારવારમાં

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અબ્દુલભાઈ મોહમ્મદભાઈ માથકિયા નામના ૫૦ વર્ષના આધેડ વાંકાનેર ખાતે આવેલ નિર્મળા સ્કૂલ નજીકથી બાઈક લઈને જતા હતા.ત્યારે રસ્તામાં ભૂંડ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામતા તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને બનાવની હોસ્પિટલમાંથી જાણ કરાતા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.તે રીતે જ સુરેન્દ્રનગરના સારોડી ખાતે રહેતા મહેન્દ્રભાઈ કરશનભાઈ કુમખાણીયાને મોરબીના નવાગામ નજીક આવેલ વિશ્વાસ કંપની પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલએ ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં દંપતિ ઇજાગ્રસ્ત

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા ગીરીશભાઈ કેશવજીભાઈ વાઘેલા (૨૯) અને નિશાબેન ગીરીશભાઈ વાઘેલા (૨૫) ને તા.૧૦ ના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં વનાળીયા અને ખીજડીયા ગામના વચ્ચે રસ્તામાં વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેઓને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતાં હાલ તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા ખાતે રહેતા સમીર જુસબભાઈ મોવર નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને હાલ હોસ્પિટલ ખાતે તેને એડમિટ કરવામાં આવ્યો હોય અને સારવાર ચાલુ હોય બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સ્ટાફના ડી.આર.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 








Latest News