હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા
SHARE






વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા
મોરબી જીલ્લામાં લોકોના મોબાઈલ ખોવાયેલ હોય તો તેની અરજી લઈને મોબાઈલ શોધવા માટેની કામગીરી કરવામાં આવે છે અને અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના માધ્યમથી મોબાઈલ શોધીને પરત આપવામાં આવે છે તેવામાં વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને સતત મોનીટરીંગ રાખીને ટેકનીકલ વર્ક આઉટ કરી જુદાજુદા 11 અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢયા હતા અને જુદીજુદી કંપનીના ૨,૯૪,૬૮૮ ની કિમતના ૧૧ મોબાઈલ પાછા આપવામાં આવેલ છે.


