વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત
મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા
SHARE
મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા
મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા શખ્સો મળી આવ્યા હોય પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરેલ હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદા જુદા ગુના નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા જીગ્નેશભાઈ રાજેશભાઈ ચૌહાણ (28) રહે. ભડીયાદ રોડ ભડીયાદ કાંટા પાસે મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસ તેની પાસેથી 1200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેરના જીનપરા જીઆઇડીસી ઈંટોના ભઠ્ઠા પાસે વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સાહિલ હનીફભાઈ ભટ્ટી (22) રહે. નવાપરા આશીર્વાદ પેટ્રોલપંપની પાછળ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 10670 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેવી જ રીતે નવાપરા જીઆઇડીસીના નાકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા લાલજીભાઈ ભગવાનજીભાઈ કુણપરા (34) રહે. આર.કે. નગર વાસુકી મંદિર પાસે નવાપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 630 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.