મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના ઉચી માંડલ ગામ પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા વગર ત્રણ પાડીને કુરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ નિરાધાર ગૌશાળામાં રહેતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા (30) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવણભાઈ મેઘાભાઈ પઢારીયા (50) રહે. ચાંચાપર તાલુકો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના સામેથી આરોપી પોતાના હવાલા વાળી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 36 ટી 1191 લઈને જઈ રહ્યો હતો ત્યારે તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ત્રણ પાડીને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવી હોય અને ઘાસચારો કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખવામાં આવી ન હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News