ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ
કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
SHARE






કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન– ૩ કચ્છની સૌથી મોટી ઓપન ડે- નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૬/૩/૨૦૨૫ થી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે શરૂ થયેલ છે જેમાં કુલ ૫૨૦ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તા. ૧૧/૩/૨૦૨૫ ના છઠ્ઠા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ આતિકા ઇલેવન કેરા અને મારવાડી ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી જેમાં આતિકા ઇલેવન ભુજની જીત થઇ હતી.
જયારે બીજી મેચ સિવાજી ઇલેવન ઉગેડી અને DLC ઇલેવન નાગોર વચ્ચે રમાઇ જેમાં DLC ઇલેવન નાગોર ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ હોમગાર્ડ B અને રોયલ A વચ્ચે રમાઇ હતી. જેમાં રોયલ A વિજેતા થઇ હતી. ચોથી મેચ હોમગાર્ડ ઇલેવન અને રાવલવાડી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં હોમગાર્ડ ઇલેવન ના ટિમ ની જીત થઇ હતી. પાંચમી મેચ ભાઇ ભાઇ વાળા ઇલેવન અને બુમ બુમ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં બુમ બુમ ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહેમાનો માં રવિભાઇ ત્રવાડી, શૈલેન્દ્રસિંહ જાડેજા, ધવલરાજ સોલંકી, ગુજરાત પ્રદેશ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ પ્રમુખશ્રી જયેશગીરી ગોસ્વામી, યોગેશ ત્રિવેદી, હિતેશભાઇ ખંડોલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઇ ચાવડા, દિપકભાઇ સિજુ, અખિલ કચ્છ ગોસ્વામી સમાજ યુવક મંડળ મહામંત્રીશ્રી કિશનગીરી ગોસ્વામી, ડો. હિતેશભાઇ ગોસ્વામી, મંથન ગોસ્વામી, દીપક પટેલ, કાઉન્સીલર જીતુભા ઝાલા, સતુભાજાડેજા, યુવરાજસિંહ જાડેજા, પ્રવીણભાઇ મુછડિયા, બ્રિજેશભાઇ મહેશ્વરી, કૌશિકભાઇ દાફડા, મહેશભાઇ મોતા, હિતેશભાઇ દાફડા, હરદીપસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, વાલજીભાઇ ધેડા, શૈલેષ ધેડા, મયૂરસિહ જાડેજા, કમલભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા રોયલ એકેડમી ભુજ, મોક્ષ લોંચા વિગેરે હાજર રહ્યા હતા.


