ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ
SHARE






ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ
મોરબી જીલ્લામાં દર મહિને જિલ્લા સંકલનની બેઠક રાખવામા આવે છે જો કે, હાલમાં ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ છે જેથી કરીને માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ રાખવામા આવેલ છે અને આગામી તા.૨૮/૩/૨૦૨૫ સુધી ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે
તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. ૨૬/૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. જેમાં નાયબ કલેકટર અને સંબંધિત અધિકારીઓ પ્રશ્નોને વાચા આપશે. જેની તમામ અરજદારોને ખાસ નોંધ લેવા માટે મામલતદાર એસ.વી. ત્રાંબડીયા, મોરબી (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.


