મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનું કરાયું સન્માન


SHARE





મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનું કરાયું સન્માન

મોરબીના શનાળા ગામ પાસે જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યા બાદ તાજેતરમાં જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા નવી ટીમ જાહેર કરવામાં આવી છે અને નવ નિયુક્ત હોદ્દેદારોનો માજી મંત્રી, સાંસદ, ધારાસભ્યો તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી સહિતાઓની હાજરીમાં સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા તાજેતરમાં જિલ્લા ભાજપની નવી ટીમ તથા વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને નવી ટીમ જાહેર થયા બાદ મોરબીના સનાળા ગામ પાસે જે નવું જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યાં ગઈકાલે યજ્ઞ કરીને સાંજે તમામ નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ઉલ્લેખનિય છે કે, આ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું અને ગઈકાલે સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ભાજપના આગેવાન પ્રદીપભાઈ વાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવ્યા હતા




Latest News