આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો-ગ્રાહકોના પ્રશ્નો-મુશ્કેલીઓ દુર કરવા મંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો-ગ્રાહકોના પ્રશ્નો-મુશ્કેલીઓ દુર કરવા મંત્રીને રજૂઆત

પંડિત દિન દયાલ સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે તેના બદલે દુકાનદારના આસિસ્ટન્ટના અંગૂઠાને પણ માન્ય રાખવામા આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ગ્રાહકોને ધક્કો ખાધા વગર જ સસ્તા અનાજની દુકાનેથી વસ્તુઓ મળી શકે તેમ છે જેથી કરીને આ બાબતે મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છેકે,  સરકાર તરફથી દિનદયાલ સસ્તા અનાજ ડીપો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના માણસને સસ્તા ભાવે અનાજ મળે છે પરંતુ સરકાર તરફથી સુચના છે કે જે સંચાલક હોય તેનો અંગુઠો મારે ત્યાર બાદ ગ્રાહકને અનાજ મળે. જેથી ઘણી વખતે એવી પરિસ્થીતી ઊભી થાય છે કે, લાઈટ ન હોય,  કોમ્પ્યુટર ચાલે નહી, સંચાલકના ઘરે સારો કે માઠો પ્રસંગ હોય તો સંચાલક આવી ન શકે તો તેઓને દુકાનેથી વસ્તુ મળતી નથી. અને ગ્રાહકોને પોતાન ધંધા રોજગાર પાડીને વારંવાર ધક્કા ખાવા પડે છે તો પણ તેઓને વસ્તુ મળતી નથી. અને સરકારની સસ્તા અનાજની યોજના નિષ્ફળ જાય તેવી ચર્ચા થાય છે. જેથી ગ્રાહકને સમયસર અનાજ આપવુ હોય તો સંચાલકના અંગુઠા સાથે બીજા જે આસીસ્ટન્ટ હોય તેનો અંગુઠો ચલાવવો જોઈએ અને આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રાહકોને ખોટા ધક્કા થશે નહીં. અને લોકોની સગવડતામાં વધારો થશે. વધુમાં જણાવ્યુ છે કે, સસ્તા અનાજના ડીપોના સંચાલકોના કમીશનનો પ્રશ્ન પડતર છે. એક સંચાલકને પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય તેટલુ તો કમીશન મળવું જોઈએ ને ? જો ન મળે તો તે વિતરણમાં વ્યવસ્થીત ધ્યાન આપી શકે નહી. જેથી કરીને સરકાર સસ્તા અનાજના દુકાનદારો તેમજ ગ્રાહકોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરી છે.






Latest News