મોરબી જિલ્લા તેજોરી કચેરીએ શતાયુ પેન્શનરના પેન્શનમાં કર્યો સો ટકાનો વધારો
મોરબીમાં ખંઢેર મકાનની દીવાલ પાસેથી બીયરના 96 ટીન સાથે એક શખ્સની ધરપકડ
SHARE






મોરબીમાં ખંઢેર મકાનની દીવાલ પાસેથી બીયરના 96 ટીન સાથે એક શખ્સની ધરપકડ
મોરબી શહેરમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે ખંઢેર મકાનની દીવાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 9,600 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર મદીના પેલેસ સામેના ભાગમાં ખંઢેર મકાનની દિવાલ પાસે દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 96 ટીમ મળી આવ્યા હતા જેથી કરીને 9,600 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે આરોપી મુસ્તાકભાઈ ઉર્ફે મુસો જુસબભાઈ કટિયા (26) રહે. અયોધ્યાપુરી મેઇન રોડ મદીના પેલેસ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
બે બોટલ દારૂ
મોરબીના કાલિકા પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા અમિતભાઈ ભાનુશાળીના મકાનમાં દારૂ હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને રેડ કરી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ ભાનુશાળી રહે. કાલીકા પ્લોટ મેઇન રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
બાઇક સ્લીપ થતાં બે વ્યક્તિને ઇજા
મોરબીમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ભારતી વિદ્યાલય સ્કૂલ પાસે રહેતા તેજસભાઈ હર્ષદભાઈ (41) અને રોહિતભાઈ હર્ષદભાઈ (28) નામના બે વ્યક્તિઓ બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા અને ઘરેથી તેઓ ઓફિસે જતા હતા દરમિયાન રફાળેશ્વર ગામ નજીક આવેલ સરોવર પોર્ટિકો હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં બંનેને ઈજાઓ થઈ હતી જેથી તે બંને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી


