ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE

















મોરબીના ગાંધી ચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

મોરબીના ગાંધી ચોક પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી (30) રહે. સિપાઈવાસ મોરબી, નીતિનભાઈ તરસીભાઇ ચાવડા (54) રહે. વજેપર શેરી નં-9 મોરબી, ફીભાઈ તારમામદભાઈ મોટલાણી (52) રહે. લીલાપર રોડ બોરીચાવાસ મોરબી, મનીષભાઈ મહાદેવભાઇ મહાલીયા (42) રહે. પીપળી ગામ પાસે રામલીલા સોસાયટી મોરબી અને ભાવેશભાઈ જયંતીભાઈ ઠક્કર (50) રહે. નવલખી રોડ લાઇન્સનગર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 3,150 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાદરમાં આવેલ મહાદેવભાઇ દેત્રોજાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તથા તૈયાર 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કાળુભાઈ દેત્રોજા રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News