મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સેમિનારનું આયોજન
મોરબીના અમરનગર નજીકથી બોલેરોમાં બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને બચાવી: ગુનો નોંધાયો
SHARE









મોરબીના અમરનગર નજીકથી બોલેરોમાં બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને બચાવી: ગુનો નોંધાયો
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ અમરનગર ગામના પાટીયા પાસેથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા પોલીસે સાથે રાખીને રોકવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દોરડા વડે બાંધેલી હાલતમાં ત્રણ ભેંસ મળી આવી હતી અને તે ગાડીમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને વાહનના ચાલકને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી માળીયા થઈને મોરબી બાજુ બોલેરો પીકપ ગાડીમાં અબોલ જીવને ભરીને લઈને આવી રહ્યા છે અને બોલેરો ગાડીનો નંબર જીજે 1 ડીવાય 1254 છે જેથી મોરબીના ગૌરક્ષકો દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરીને તેઓને સાથે રાખીને વાહનની વોચ રાખવામાં આવી હતી દરમિયાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ અમરનગર ગામ પાસેથી મળેલ બાતમી વાળી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જે બોલેરો ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દોરડા વડે બાંધેલી હાલતમાં ત્રણ ભેંસ મળી આવી હતી અને ગાડીમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી જેથી આ બાબતે મોરબીની સોની બજાર વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા (30)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લખમણભાઇ મછાભાઇ હુડીયા (43) રહે. ઉટબેટ સામપર તાલુકો મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
