મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ

મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં વિસીપરામાં લગત વિસ્તારનો વોટર વર્કસ શાખા દ્વારા  વિગતવાર સર્વે કરી  તેનો  પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકારશ્રી માંથી  રૂ. 9.37-/  કરોડની સૈધાંતિક મંજુરી મળતા આ વિસ્તારમાં પ્રાથમિક કક્ષાએ પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી થી આવિસ્તારમાં પીવાના પાણીની તમામ સમસ્યાનો અંત આવશે.

 મોરબીના વીસીપરા  વિસ્તારમાં યોગ્ય સમયે રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પીવાલાયક અને શુદ્ધ પાણી મળી રહે તે માટે મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા પાણી પુરવઠાની સ્થિતિને સુધારવા માટે નવો DPR તૈયાર કરી મહત્વપૂર્ણ યોજનાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ કામગીરી થી અહીંના રહીશોને પૂરતા પ્રેશર સાથે પાણી મળી રહે તેવું  સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 10,000 કિમી સુધી  મોરબી મહાનગર પાલિકાની વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની પ્રાથમિક તબક્કાની  કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.    

મોરબી મહાનગરપાલિકા  દ્વારા વીસીપારા વિસ્તારમાં આ યોજનાનો મુખ્ય હેતુ સમગ્ર વિસીપરા વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે અને સમાન પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાનો રહ્યો છેઆગામી સમયમાં વધતી વસ્તી અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉદભવે તે માટે ટકાઉ નેટવર્ક ઉભું કરી -  વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂના DI/PVC પાઇપલાઇન નેટવર્કને સંપૂર્ણપણે બદલીને નવું DI-K7 નેટવર્કની સ્થાપન કરાશે,

આ યોજનામાં વિતરણ નેટવર્કને ત્રણ મુખ્ય વિતરકોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.  વિશીપરા મેઇન રોડ, અમરેલી મેઇન રોડ અને વિજયનગર મેઇન રોડ નો સમાવેશ કર્યો છે, આ યોજના અંતર્ગત આ વિસ્તારની કુલ વસ્તીને ધ્યાનમાં રાખવામાં આવી છે, વિશીપરા વિસ્તારમાં કુલ વસ્તી (2026) : 20,161 છે. નવી નાખવામાં આવતી DI-K7 પાઈપલાઈન 35,311  મીટરની લંબાઈ ધરાવે છે, જેમાં નવા વાલ્વ નાખવામાં આવશેજેથી પાણીનો જથ્થો નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં  અહીંના  રહેવાસીઓને મળી રહેશે.  આ  વિસ્તારમાં પીવાના પાણીની લાઈનનું કામ હાલમાં કાર્યરત છે અને 35,311 કી.મી માંથી 10,000  કી.મી પાઇપલાઇન નાખવાનું કામ પુર્ણ  કરવામાં આવ્યું છે.  આ યોજનાની કામગીરી પુર્ણ થયે સમગ્ર  વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે.






Latest News