મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર કરેલ ફેન્સીગ તાર વાડની માથાકૂટનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE































ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર કરેલ ફેન્સીગ તાર વાડની માથાકૂટનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ મારમાર્યો

ટંકારાના ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર બે શખ્સો દ્વારા ફેન્સીંગ તારની વાડ કરવામાં આવી હતી જે બાબતે બે વર્ષ અગાઉ બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને યુવાન પોતાના ખેતરેથી બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં આંતરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય બે વ્યક્તિઓએ ત્યાં આવીને ઢીકા પાટુનો મારમાર્યો હતો જો કે, ત્યાં હાજર રહેલા એક વ્યક્તિએ યુવાનને મારમાં બચાવ્યો હતો પરંતુ જતા જતા આ શખ્સોએ “આજે તો તું બચી ગયેલ છે બીજીવાર તને જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા બળવંતભાઈ દેવજીભાઈ દેવડા (48)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશભાઈ મૂળજીભાઈ ભાગીયા, મૂળજીભાઈ હીરાભાઈ ભાગીયા, મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાગીયા, ચુનીલાલ ત્રિભુવનભાઈ ભાગીયા અને પ્રફુલભાઈ અમરશીભાઈ ભાગીયા રહે, બધા ગણેશપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશપર ગામે પંચાયતની જમીન ઉપર ધર્મેશભાઈ અને મૂળજીભાઈએ ફેન્સીંગ તારની વાડ બનાવેલ હતી જે બાબતે ફરિયાદીને બે વર્ષ અગાઉ બોલાચાલી થયેલ હતી ત્યારબાદ બે દિવસ પહેલા ફરિયાદી પોતાના ખેતરેથી તેનો બાઈક નંબર જીજે 3 એફએમ 7456 લઈને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે ગણેશપર ગામના પાદર નજીક ધર્મેશભાઈ, મૂળજીભાઈ અને મનસુખભાઈએ તેને રોકીને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો ત્યારે સાહેદ રમેશભાઈએ વચ્ચે આવીને ફરિયાદીને બચાવ્યા હતા ત્યારબાદ ચુનીલાલ અને પ્રફુલભાઈ એ આવીને ફરિયાદી યુવાને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારે પણ રમેશભાઈએ વચ્ચે આવીને તેમને છોડાવેલ હતા જોકે જતા જતા ધર્મેશભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે “આજે તો તું બચી ગયેલ છે પણ બીજીવાર તને જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News