મોરબીના લક્ષ્મીનગર ગામે અગાઉ મોબાઈલની દુકાન ધરાવતા યુવાન પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી: ત્રણ સામે ફરિયાદ
SHARE








મોરબીના લક્ષ્મીનગર ગામે અગાઉ મોબાઈલની દુકાન ધરાવતા યુવાન પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી: ત્રણ સામે ફરિયાદ
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા યુવાનને મોબાઇલની દુકાન હતી અને તેને રૂપિયાની જરૂરિયાત હતી જેથી ગામમાં જ દુકાને ધરાવતા અન્ય વ્યક્તિ પાસેથી તેને કટકે કટકે 5.50 લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે મૂડી અને વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને તે યુવાનને હેરાન પરેશાન કરવામાં આવતો હતો અને ત્યારબાદ સામે વાળા વ્યક્તિએ તેના સાઢુ અને સાળા સાથે યુવાન પાસે આવીને તેને છરી બતાવી હતી અને બળજબરી પૂર્વક પૈસાની ઉઘરાણી કરી હતી અને ગાળો આપીને બોલાચાલી કરી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશિષભાઈ રમેશભાઈ પાડલીયા (25)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયામ તેના સાઢુ નરેન્દ્રભાઈ અને સાળા લાલાભાઇ જયંતીભાઈ વિડજા રહે. મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળા પાસે સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં ફરિયાદીને લક્ષ્મીનગર ગામે બાલવી મોબાઈલ નામની દુકાન હતી ત્યારે તેને પોતાના ધંધાના કામ માટે થઈને રૂપિયાની જરૂરિયાત હોય હર્ષદભાઈ પાસેથી તેણે જુદાજુદા સમયે 5.50 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ લેખે લીધા હતા. જે રૂપિયાની સામે ફરિયાદીએ હર્ષદભાઈને મૂડીના 5.50 લાખ રૂપિયા તથા 85 હજાર રૂપિયા વ્યાજના આપી દીધા હતા તેમ છતાં પણ હર્ષદભાઈએ અવારનવાર વ્યાજના રૂપિયા તથા મૂડીની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી હતી અને યુવાનને હેરાન પરેશાન કરતા હતા દરમિયાન હર્ષદભાઈ તેના સાઢુ નરેન્દ્રભાઈ તથા સાળા લાલાભાઇ સાથે ફરિયાદી પાસે આવ્યા હતા અને ફરિયાદીને છરી બતાવીને બળજબરીથી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી અને બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

