માળિયા (મી.) નજીકથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાથી 30 ભેંસ ભરેલ આઈસર પકડીને પોલીસ હવાલે કર્યું
SHARE







માળિયા (મી.) નજીકથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાથી 30 ભેંસ ભરેલ આઈસર પકડીને પોલીસ હવાલે કર્યું
મોરબીના ગૌરક્ષકો દ્વારા કચ્છ માળીયા હાઇવે રોડે વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ તરફથી આવતા આઇસરને રોકીને ચેક કર્યું હતું તેમા ગેરકાયદે પશુની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગૌરક્ષકોએ માળિયા નજીકથી 30 ભેંસ ભરેલ આઈસરને પકડીને પોલીસને હવાલે કરવામાં આવેલ છે જેથી પોલીસે મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
કચ્છ-માળીયા હાઇવે ઉપર રોડ ઉપર મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીંબડી અને ચોટીલાના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ બાજુથી આવતા આઈસરને રોકવામાં આવ્યું હતું અને તે વાહનમાંથી કતલખાને લઈ જવામાં આવતા અબોલ જીવો મળી આવ્યા હતા જેથી કરીને આઈસર જીજે 13 એડબલ્યુ 7883 તેમજ 30 ભેંસ પકડીને પોલીસને હવાલે કરેલ છે અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા થઈને રાજકોટ આ અબોલ જીવને લઈ જવાના હતા ત્યારે મોરબીના ગૌરક્ષકોની ટીમે આઈસરને ઝડપી લીધેલ છે અને આ ભેંસોને લઈને જતાં હતા તે વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હતી જેથી કરીને અબોલ જીવને બચાવી લેવામાં આવેલ છે અને તમામ મુદામાલ માળીયા પોલીસને સોપવામાં આવેલ છે જેથી પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.

