મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં સંડોવાયેલ સરકારી અધિકારી, અગ્રણી કે અન્ય કોઈપણ હોય કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે : કલેકટરની ભોગ બનેલ પરિવારને ખાતરી


SHARE













મોરબીના વજેપર ગામે આવેલ કરોડો રૂપિયાની જમીનનું ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે તો પણ મૂળ માલિક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને ફરિયાદીને ફરિયાદ સામે જ અસંતોષ છે માટે આજે મોરબીના ધારાસભ્ય સહિત ત્રણ ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા કલેકટરને મૂળ જમીનના માલિક સહિતના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને આ કૌભાંડના જે સાચા આરોપીઓ છે તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

છેલ્લા ઘણા સમયથી મોરબી નજીક આવેલ વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની જમીન જેના મૂળ માલિક બેચરભાઈ ડુંગરભાઇ નકુમ છે અને તેમનું 1999 માં અવસાન થયેલ છે જોકે આજની તારીખે આ જમીનનો કબજો તેમના દિકરા ભીમજીભાઇ બેચરભાઇ નકુમ સહિતના પરિવારજનો પાસે છે અને તે લોકો ખેતી કામ કરે છે તેમ છતાં પણ આ માલિકી વાળી જમીનનું ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે અને જે લોકો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે તેની સામે ભોગ બનેલા પરિવાર દ્વારા નામજોગ ફરિયાદ આપવી હતી પરંતુ પોલીસ વિભાગ દ્વારા ફરીયાદીને આપવી હતી તે મુજબની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને પોલીસે લીધેલ ફરિયાદ સામે પણ ભોગ બનેલા પરિવારમાં અસંતોષની લાગણી છે

સ્થાનિક લેવલે અધિકારીઓને એક નહીં પરંતુ છેલ્લા ચાર મહિનામાં અનેક વખત લેખિત રજૂઆતો કરેલ છે તે ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા સુધી પણ આ વજેપર ગામના સર્વે નંબર 602 માં જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની રજૂઆતો અને લેખિત ફરિયાદો નામ જોગ કરવામાં આવી છે તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા મૂળ જમીનના માલિકની ફરિયાદ મુજબની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ની આગેવાની હેઠળ આજે ભોગ બનેલા પરિવારના ફરિયાદી સહિતના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારે ત્યાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ હાજર હતા અને મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ મૂળ માલિકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ કહ્યુ હતુ કે, ભોગ બનેલા પરિવારને ન્યાય ન મળતા તેઓને હાર્ટ એટેક આવી જશે તેવુ લાગી રહ્યુ છે માટે જે દોષિતો છે તેની સામે આકરી અને નમુના રૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આજે ભોગ બનેલ પરિવારજનો જિલ્લા કલેકટરને રૂબરૂ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે કલેકટરે ધારાસભ્યોની હાજરીમાં તેઓની સંપૂર્ણ રજૂઆત સાંભળી હતી તેમજ જમીન કૌભાંડની અંદર સરકારી અધિકારી, રાજકીય અગ્રણી, ગામના અગ્રણી કે અન્ય કોઈપણ વ્યક્તિ હશે તો કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને જે કોઈ લોકો આ જમીનની અંદર હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ભોગ બનેલા પરિવારને આપવામાં આવી છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી ભોગ બનેલો પરિવાર સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે તેમ છતાં પણ તેઓને ન્યાય મળતો નથી ત્યારે ખરેખર જમીન કૌભાંડ કરનારાઓને પોલીસ દ્વારા પકડવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ હવે ઉભો થઈ રહ્યો છે.

મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર યેનકેન પ્રકારે જમીન કૌભાંડો કરવામાં આવતા હોય છે પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાઈ જતું હોય છે જોકે વજેપર સર્વે નંબર 602 ની જે કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં અધિકારીઓથી લઈને ગામના અગ્રણીઓ સહિતનાઓની સંડોવણી હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી ત્યારે પોલીસ વિભાગ સહિતના તંત્ર દ્વારા તટસ્થ કામગીરી કરીને ભોગ બનેલા પરિવારને ન્યાય આપવા માટેની કવાયત કરવાના બદલે આરોપીઓને છાવરવા માટેના કવાયત કરવામાં આવતી હોવાનો આક્ષેપ હાલમાં ભોગ બનેલ પરિવાર કરી રહ્યો છે તેવા સમયે ખરેખર ભોગ બનેલા પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.




Latest News