મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન મૃત હાલતમાં મળ્યો: તપાસ શરૂ


SHARE































ટંકારાના ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન મૃત હાલતમાં મળ્યો: તપાસ શરૂ

ટંકારાના નેકનામ રોડ ઉપર આવેલ ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે ખોડીયાર નાનો ડેમની પાછળ નર્સરીની ઓરડીમાં રહેતો અને હિટાચી મશીનમાં ઓપરેટર તરીકે કામ કરતો રાજેશભાઈ હિન્છાપતી નાઇ (44) નામનો યુવાન કોઈપણ કારણોસર ડેમ પાસે આવેલ ટીસીના થાંભલા પાસે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ થતાં ઇજા

માળિયા તાલુકાના કાજરડા ગામે રહેતો યુવાન વીરા જલાલદિન ઉમર (20) નામનો યુવાન ગામના ચોક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા રાજપુત સુરેશભાઈ હેમુભાઈ (41) નામનો યુવાન બાઇક લઈને સરંભડાથી ચરાડવા જઈ રહ્યો હતો ત્યારે કડિયાણા નજીક તેના બાઈકની આડે કુતરુ આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે












Latest News