ટંકારાના ખોડીયાર નાનો ડેમ પાસે ટીસીના થાંભલા નજીકથી યુવાન મૃત હાલતમાં મળ્યો: તપાસ શરૂ
વાંકાનેરના ભલગામ ગામે ઘરમાંથી 27 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: મોરબીમાંથી ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE






વાંકાનેરના ભલગામ ગામે ઘરમાંથી 27 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: મોરબીમાંથી ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના ભલગામ પાસે રામાપીરના મંદિર નજીક રહેતા શખ્સના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 27 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,436 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભલગામ ગામે રામાપીરના મંદિર પાસે રહેતા યુવરાજભાઈ ધાધલના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીએ પોતાના મકાનના ફળિયામાં રાખેલ પ્લાસ્ટિકના બ્લુ કલરના બેરલમાંથી દારૂની 27 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 16,436 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલ (29) રહે. હાલ ભલગામ તાલુકો વાંકાનેર મૂળ રહે. ઢેઢુકી તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
ત્રણ બોટલ દારૂ
મોરબીના સનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડા (23) રહે. સનાળા મુરલીધર હોટલ પાસે મૂળ રહે. કુંતાસી તાલુકો માળીયા વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

