ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોની આકારણી કરવા સર્વે શરૂ
વાંકાનેરના રાતાવિરડા પાસે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE









વાંકાનેરના રાતાવિરડા પાસે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિકના કારખાનામાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ કેપ્ટાઈલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો લાલાકુમાર તાસવાન (20) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કરણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એસ.આર. ચાવડા તપાસ ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
માળીયા તાલુકાના મંદિરકી ગામે રહેતા કુલદીપભાઈ ઇશ્વરભાઇ અગેચાણીયા (18) નામનો યુવાન વાડી વિસ્તારથી ઘરે જતો હતો ત્યારે બાઈકની આડે કૂતરું ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયો હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
કોયબા ગામે રહેતા ગડુબેન રાયમલભાઈ ભરવાડ (41) નામના મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને શરીરે ઇજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
