મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વિશ્વ નવકાર મહામંત્ર દિવસે રાજકોટમાં જૈન સમાજે રચ્યો ઇતિહાસ


SHARE

















વિશ્વ નવકાર મહામંત્ર દિવસે રાજકોટમાં જૈન સમાજે રચ્યો ઇતિહાસ

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જૈન સમાજ દ્વારા એક અદભૂત અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો જૈન શ્રાવકોએ એક સાથે નવકાર મહામંત્રના જાપ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો, જેમણે જૈન સમાજના આ પ્રયાસને બિરદાવ્યો અને વિશ્વ કલ્યાણના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે હજારો જૈનો ઉમટી પડ્યા હતા. 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ'ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ અને અહિંસાનો સંદેશ ફેલાવવાનો હતો. નવકાર મહામંત્રના પઠન દ્વારા જૈન સમાજે એકતા, આધ્યાત્મિક શુદ્ધિ અને સમગ્ર જીવો પ્રત્યે સ્નેહનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મંત્રનો મૂળ સંદેશ અહિંસા અને આદરનો છે, જે ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે." તેમણે વિશ્વના ૧૦૮થી વધુ દેશોમાં આ સંદેશ પહોંચાડવાના JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ના પ્રયાસોની પ્રશંસા કરી અને જય જિનેન્દ્ર'ના નારા સાથે પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું.

આ કાર્યક્રમના સંદર્ભમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યના તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પણ આ અંગે જાહેરનામું બહાર પાડીને શહેરમાં કતલખાનાઓ બંધ રાખવાની સૂચના આપી હતી.

આ ઐતિહાસિક કાર્યક્રમ JITO રાજકોટ અને જૈન સમાજના સંયુક્ત પ્રયાસોથી સફળ બન્યો. આ આયોજનને સફળ બનાવવામાં JITO ચેરમેન હેમલભાઈ શાહ, નવકાર પ્રોજેક્ટ કન્વીનર કિશોરભાઈ દોશી, હિમાશુભાઈ મહેતા, શૈલેષભાઈ બદાણી, અમીશ મહેતા અને JBN પ્રમુખ રાજેશ લાઠીયાએ અથાક મહેનત કરી હતી. આ કાર્યક્રમે નવકાર મહામંત્રના જાપ દ્વારા એક અદભૂત ક્ષણ સર્જી, વિશ્વ કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ ખોલ્યો છે.




Latest News