વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેફ્રિજેટરની રીપેરીંગની દુકાનમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ બાદ આગ ભભુકી, દોઢ કલાકે ફાયરની ટીમ ન પહોંચી !


SHARE

















વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ન હતી અને દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ પાસે આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં જીનીંગ મીલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે જિનિંગ મિલના ગ્રાઉન્ડમાં પડેલ કપાસનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે ત્યારબાદ મોડી રાતના સમયે વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી જેથી કરીને દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. જો કે, સદ્નસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.




Latest News