વાંકાનેરમાં દુકાનમાં લાગેલ આગ કાબુમાં લેવા ફાયરની ટિમ આવી ત્યાં ઘણું મોડુ થઈ ગયું !
SHARE







વાંકાનેરમાં દુકાનમાં લાગેલ આગ કાબુમાં લેવા ફાયરની ટિમ આવી ત્યાં ઘણું મોડુ થઈ ગયું !
વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં ગઇકાલે મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બે કલાક જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ રાજકોટનું ફાયર આવ્યું હતું ત્યાં સુધીમાં દુકાન બળી ગઈ હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી.
વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ મોડી રાતના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બે કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી અને ત્યાર બાદ રાજકોટથી ફાયરની ટીમ આવી ત્યાં સુધીમાં તો દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. જો કે, સદ્નસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.

