મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત
SHARE









મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત
સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ થાય તેવા નિર્ણયમાં ફેર વિચારણા કરી સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને થતો અન્યાય દુર કરવાની માંગ કરેલ છે અને વિધાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તેવી રજૂઆત મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલ છે.
હાલમાં કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા CET ની પરિક્ષા લેવામાં આવેલ છે. અને આ પરિક્ષામાં સારા મેરીટ મેળવનારા વિધાર્થી ઓને શિષ્યવૃતિ આપવાના જે ધારા ધોરણો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તે જોતા એવું જરૂર લાગી રહ્યું છે કે સરકાર સરકારી સ્કૂલો બંધ થાય તેવું ઈચ્છી રહી છે. અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળે તેવું કરી રહી છે. જે માહિતી સામે આવેલ હતી તે મુજબ જે કોઈ વિધાર્થી સારા મેરીટ સાથે પાસ થાય અને તે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તો તેને ૫૦૦૦ ની શિષ્ય વૃતિ આપવામાં આવશે. અને જો તે વિધાર્થી પ્રાઇવેટ સ્કુલ માં દાખલ થાય તો તેને ૨૦,૦૦૦ શિષ્ય વૃતિ મળશે. આ તો ખરેખર સરકારી સ્કુલનો મૃત્ય ઘંટ વગાડવાનો નિર્ણય છે. છેલ્લા વર્ષોમાં ઘણી સરકારી સરકારી સ્કૂલો બંધ થયેલ છે. અને સરકારના આવા નિર્ણયથી હજુ વધારે સરકારી સ્કૂલે બંધ થશે તે નિશ્ચિત છે. જેથી સરકારી શાળાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તેને ૨૦,૦૦૦ અને પ્રાઇવેટ સ્કુલ અભ્યાસ કરે તેને ૫૦૦૦ શિષ્ય વૃતિ આપવાની માંગણી કરેલ છે.
