મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત
મોરબીમાં ટાઉન હૉલ પાસે પાસે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઇન બોર્ડ મૂકવાની માંગ
SHARE









મોરબીમાં ટાઉન હૉલ પાસે પાસે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઇન બોર્ડ મૂકવાની માંગ
મોરબીના મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ તરફ જવા માટેના બંને રસ્તા ઉપર તે નામનું સાઈન બોર્ડ હતું જો કે, હાલમાં મહાપાલિકા બનેલ છે ત્યારથી એક પ્રવેશદ્વાર ઉપરથી તે સાઈન બોર્ડ હટાવી દેવામાં આવેલ છે જો કે, બીજા પ્રવેશ દ્વારા ઉપર મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી કમિશનરને શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારે પૂર્વ મોરબી મહારાજા સ્વ. શ્રી લખધીરસિંહજી બાપુએ અનેકવિધ સ્ટેટની ઈમારતો અને બિલ્ડીંગને ભારત સરકારને પ્રજાની સુખાકારી માટે અર્પણ કરી હતી. તેમાંનું એક ભવ્ય બિલ્ડીંગ "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" છે. જેમાં સમગ્ર મોરબી ગુજરાત અને રાષ્ટ્રની સંસ્થાઓ સાંસ્કૃતિ-શૈક્ષણિક જનજાગૃતિ કાર્યક્રમ કરે છે. તત્કાલીન મહારાજાએ જયારે મહેન્દ્રસિંહજી ટાઉન હોલના બંને પ્રવેશદ્વારો ઉપર "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" એ નામના સાઈન બોર્ડ હતા જે મોરબીની પ્રજા જાણે છે. જો કે, મોરબી મહાનગરપાલીકા બનીએ ખરેખર વિકાસના રસ્તા ઉપરનું એક સીમાચિહ્ન છે.
સાથોસાથ મોરબીને પેરિસનું બિરુદ અપાવનાર મોરબી રાજપરિવારે અર્પણ કરેલ હેરીટેજ વારસા સમાન મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉનહોલનું સાઈન બોર્ડ જ ન હોય તો એ ખરેખર તો પ્રજાવત્સલ રાજપરિવારની ઉપેક્ષા સમાન છે જેથી મોરબી મહાપાલિક કચેરી પાસે જે બીજો પ્રવેશદ્વાર આવેલ છે ત્યાં "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" એવા નામકરણનું સાઈન બોર્ડ પુનઃ લગાવવામાં આવે તેવી માંગ શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજાએ કરેલ છે અને તેના માટે કાર્યવાહી કરીને જરૂરી હુકમ કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે.
