મોરબીમાં ટાઉન હૉલ પાસે પાસે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઇન બોર્ડ મૂકવાની માંગ
માળિયા (મી) તાલુકામાં કરાયેલ ગૌવંશ હત્યામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE









માળિયા (મી) તાલુકામાં કરાયેલ ગૌવંશ હત્યામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
માળિયા મિયાણાં તાલુકામાં ગૌવંશની હત્યાઓ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ બે આરોપીની પાસા દરખાસ્ત મૂકવામાં આવેલ હતી જેને મંજૂર કરવામાં આવતા બે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગૌવંશ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ આ આરોપીઓની પાસા દરખાસ્ત મૂકવામાં આવેલ હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી કરીને માળિયા તાલુકા પોલીસે આરોપીઓ અયુબ જાનમામદભાઈ મોવર અને ફિરોજ મહેબુબભાઈ કટિયાની પાસા હેઠળ ધરપકડ કરેલ છે અને અયુબ મોવરને મધ્યસ્થ જેલ સુરત તેમજ ફિરોજ કટિયાને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.
