માળિયા (મી) તાલુકામાં કરાયેલ ગૌવંશ હત્યામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન
SHARE









મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન
વર્તમાન સમયમાં લોકોની વાંચન વૃતિ ઘટી રહી છે અને મોટાભાગના લોકો સોશયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મોરબીના લોકો વાંચન તરફ વળે તેના માટે મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિષય “વાંચવું એટલે જગત જીતવું” રાખવામા આવેલ છે.
વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનું મહત્વ લોકો સમજે તેના માટે મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા જય વસાવડાના સંવાદનું આયોજન કરાયું છે જેમાં “વાંચવું એટલે જગત જીતવું” તે વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે અને આ કાર્યક્રમ મહાપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ સાંજે 5થી 7 સુધી મોરબીના કેસરબાગ ખાતે રાખવામા આવેલ છે જેમાં યુવાનોને મોટીવેશન સાથે જરૂરી માર્ગદર્શન પણ મળશે જેથી વધુમાં વધુ યુવાનો સહિતના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા માટે અધિકારીઓએ અનુરોધ કરેલ છે.
