મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ધો. 10 ના વિદ્યાર્થીનું મોત


SHARE











મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ધો. 10 ના વિદ્યાર્થીનું મોત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર વીરપર ગામની સીમમાં આવેલ ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં ગઈકાલે સ્વીમીંગ પુલમાં બાળકો સ્વિમિંગ કરી રહ્યા હતા દરમ્યાન ધો. 10 માં અભ્યાસ કરતો એક બાળક પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા કારખાનેદાર ગીરીશભાઈ ફળદુનો 16 વર્ષનો દીકરો પ્રીત વીરપર ગામની સીમમાં આવેલ ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તે ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં આવેલ સ્વિમિંગ પૂલમાં ન્હાતો હતો દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકને તાત્કાલિક મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર ફરજ પરના ડોક્ટરે તે બાળકને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની આગળની તપાસ આર.એમ, કંઝારિયા ચલાવી રહ્યા છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ જયારે ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પૂલ ખાતે ઘટના બનેલ હતી ત્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાં સ્વિમિંગ કરી રહ્યા હતા. અને હાલમાં શાળાના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને તપાસ કરવામાં આવી રહી છે ઉલેખનીય છે કે, જયારે આ બનાવ બનેલ હતો ત્યારે સ્વિમિંગ માટેના ટીચર પણ ત્યાં હાજર હતા તેવું ચર્ચાઇ રહ્યું છે અને ગીરીશભાઈ ફળદુને બે સંતાન હતા જેમાં મોટી દીકરી અને નાનો દીકરો પ્રીત હતો જો કે, ગઇકાલે બનેલા બનાવના લીધે એકના એક દીકરાનું મોત નિપજતા ફળદુ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.






Latest News