મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ધો. 10 ના વિદ્યાર્થીનું મોત
હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો થયો અકસ્માત
SHARE








હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો થયો અકસ્માત
હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામના પાટીયા પાસે ટેન્કરની પાછળના ભાગમાં તેઓની કાર અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં કારમાં નુકસાની થયેલ છે જોકે ગાડીમાં બેઠેલા હકાભા ગઢવી કે તેના ડ્રાઇવરને કોઈપણ પ્રકારની ઇજા થયેલ નથી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં રહેતા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેઓની ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 36 એજે 5548 માં હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડી આગળ જતા ટેન્કરની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હકાભા ગઢવીની ગાડીનું બોનેટ તૂટી, બમ્પર અને કાચ તૂટી ગયેલ છે જો કે, અકસ્માતના આ બનાવમાં હકાભા ગઢવી કે તેના ડ્રાઇવરને કોઈ ઈજા થયેલ નથી વધુમાં મળતી માહિતી મુજબ રોડ ઉપર ડીવાઈડરની વચ્ચે જે વૃક્ષો વાવવામાં આવ્યા હોય છે તેને ટેન્કરથી પાણી આપવા માટે ટેન્કર લઈને જતાં હતા તે ટેન્કરની પાછળ ગાડી અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો.

