હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો થયો અકસ્માત
મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
SHARE








મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત જુદાજુદા રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી દબાણો ન કરવામાં આવે તેના માટેની પણ મહાપાલિકાએ પ્લાનિંગ કર્યું છે તેવું કમિશનરે જણાવ્યુ છે.
મોરબી મહાપાલિકા બનેલ છે ત્યારથી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 700 થી વધારે નાના મોટા અને કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનોના થડા, ઓટલા, છાપરા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, જે રોડની અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ ન થાય તેના માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ફરી પાછા દબાણ કરશે તો તેને તોડી નાખવામાં આવશે.

