મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે માતાજીના દર્શને આવેલ પરિવાર પરત થાન જતો હતો ત્યારે અકસ્માત : ૨ ના મોત ૧૨ લોકો સારવારમાં


SHARE









મોરબીના અણીયારી ગામે માતાજીના દર્શને આવેલ પરિવાર પરત થાન જતો હતો ત્યારે અકસ્માત : ૨ ના મોત ૧૨ લોકો સારવારમાં

મોરબીના અણીયારી ગામે આવેલ માતાજીના સ્થાનક ખાતે થાનના લોકો પરીવાર સાથે બોલેરો લઈને દર્શન કરવા માટે આવ્યા હતા અને અહીં દર્શન કરીને પરત થાન જતા હતા ત્યારે બોલેરો પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં વૃદ્ધ દંપતીનું મોત નીપજેલ છે.જ્યારે ૧૨ લોકોને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના માળિયા-હળવદ હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા નજીક બોલેરો પલ્ટી મારી ગઈ હતી અને બોલેરો પલ્ટી મારી જવાના પગલે તેમાં સવાર ૨૨ લોકો પૈકીના ૧૨ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં વૃદ્ધ દંપતીનું મોત થયેલ છે અને બારેક લોકોને સારવાર માટે મોરબીના જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાદમાં મોરબી સિવિલ ખાતે અને અહીંની ખાનગી આયુષ તથા ઓમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા-હળવદ હાઇવે ઉપર અણીયાળીના ટોલનાકા પાસે જીજે ૧૩ એએકસ ૮૭૭૯ નંબરની બોલેરો પલ્ટી મારી ગઈ હતી.જેથી બોલેરોમાં સવાર ૨૨ લોકો પૈકી બાર લોકોને ઇજાઓ પહોંચી હતી અને તેથી થોડા સમય માટે હાઈવે જામ થયો હતો અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલએ તેમજ અહીંની ખાનગી ઓમ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા.જેમાં વધુમાં મળતી માહિતી પ્રમાણે થાન પંથકના જુદા જુદા પરિવારો બોલેરોમાં મોરબી તાલુકાના અણીયારી ગામે માતાજીના દર્શન માટે આવ્યા હતા અને અહીં દર્શન કરીને તેઓ પરત થાન જતા હતા ત્યારે અકસ્માત બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં વિપુલ બાબુભાઈ (૨૭), જયશ્રીબેન બેચરભાઈ (૨૨), બેચરભાઈ જયંતીભાઈ (૨૩) રહે.રામપરા, જયંતીભાઈ ભીખાભાઈ (૫૦), ક્રિયાંશ ઓધવજીભાઈ (૨), નેહા વિપુલભાઈ (૫), વર્ષાબેન વિપુલભાઈ(૨૫), બળદેવભાઈ રાણાભાઇ (૨૫), સોનલબેન ઓધવજીભાઈ બાબરીયા (૨૬), ઓધવજી મુળાભાઈ (૩૩), મુળાભાઈ વશરામભાઈ બાવળીયા (૬૦), ભીખાભાઈ બીજલભાઇ ડેડાણીયા (૬૦) અને લધુ વશરામ રહે.બધા થાન વાળાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં બે વૃદ્ધોને વધુ ઇજાઓ થઈ હતી. જેમાં લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા (૫૦) રહે.થાનને ગંભીર ઇજાઓ થતા મોરબી આયુષ હોસ્પિટલે લવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા તે દરમિયાન ટંકારા નજીક તેઓનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.જેથી તેમના ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ. તે રીતે જ તેમના પતિ હીરાભાઈ માવજીભાઈ કુડેચા (૫૦) રહે.થાનને પણ ગંભીર ઇજાઓ સાથે આયુષમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ આ અકસ્માત બનાવમાં હીરાભાઈ માવજીભાઈ કુડેચા અને તેમના પત્ની લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા નામના વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોય પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.




Latest News