મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો
મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ
SHARE








મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ
મોરબીના કારખાનેદાર પાસેથી માલની ઉધારીમાં ખરીદ કરી હતી જેની સામે ચેક આપેલ હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી મોરબીની કોર્ટમાં કેસ કરવામાં આવેલ હતી અને તે કેસમાં કોર્ટે ચેકની બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારેલ છે.
મોરબીમાં આવેલ પેરા સીરામીકના પ્રોપ્રાઈટર રૂપેશ કાંતીલાલ પનારા પાસેથી સેન્ટો સેનીટરીવેર્સના વેપારી રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાએ માલની ઉધારીમાં ખરીદ કરી હતી. જેના ૧૫ લાખ રૂપિયા લેવાના હતા જેથી તેને પેરા સીરામીક નામનો ચેક તા.૨૦/૯/૨૦રરનો ઈસ્યુ કરેલ હતો. જે ચેક બેન્કમાં રજુ કરતા ફન્ડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે ચેક પરત આવ્યો હતો જેથી કરીને ફરીયાદી રુપેશ કાંતીલાલ પનારાએ રાજેન્દ્રભાઈ પ્રભુલાલ પનારા સામે મોરબીની કોર્ટમાં નેગો ઈ.એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં કોર્ટે ફરીયાદ પક્ષની કાયદાકીય અને ધારદાર દલીલો ધ્યાનમાં લઈને તહોમતદાર રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાને એક વર્ષની સજા તેમજ ચેકની ડબલ રકમ ૩,૦૦,૦૦૦ નો દંડ અને તેમાથી ફરીયાદીને ચેકની રકમ અને ફરીયાદ દાખલ તારીખથી ચુકવણા તારીખ સુધીનુ ૯ ટકા વ્યાજ સહીત રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષ તરફથી મોરબીના વકીલ ભાવેશ ડી ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલા હતા.

