મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ
મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
SHARE








મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં મોરબી તાલુકામાં ગેસના ટેન્કરમાંથી ગેસ કટીંગ કરતાં હતા તેનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી છ મહિનાથી નાસતો ફરતો હતો તે આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઇ રહે-જમ્બા કી ઢાળી, થાના/પોસ્ટ ઓફિસ-જમ્બા તા-બાપ જી-ફલોદી (જોધપુર) (રાજસ્થાન) વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા વિજયભાઇ નાથાભાઇ ડાંગરને ખાનગી રાહે બાતમી હકીકત કે આરોપીને ટીંબડી પાટીયા પાસે છે જેથી ત્યાં જઈને પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

