મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક બંધ પડેલા કારખાનામાં પતરા-કેચીનું કટીંગ કરતાં સમયે ઉપરથી નીચે પડેલા યુવાનનું મોત


SHARE











મોરબીના રંગપર નજીક બંધ પડેલા કારખાનામાં પતરા-કેચીનું કટીંગ કરતાં સમયે ઉપરથી નીચે પડેલા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલા કારખાનામાં પતરા અને કેચીનું કટીંગ કરતો યુવાન 25 ફૂટ ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરામાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતો વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામેના ભાગમાં બંધ પડેલા લુકાસો સીરામીક કારખાનામાં રાત્રિના સમય દરમિયાન પતરાં અને કેચી કટીંગ કરવાનું કામ કરતો હતો ત્યારે 25 ફૂટ ઊંચી દિવાલ ઉપરથી તે યુવાન નીચે પટકાયો હતો જેથી તે યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.






Latest News