મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમૃદ્ધિ પેલેસમાં રહેતા યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારથી તે ગુમસુમ રહેતો હતો અને તેને લાગી આવતા તે યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા જયદીપભાઇ ચંદુલાલ સંઘાણી (28) એ પોતાના રહેણાંક મકાનની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની દિનેશભાઈ માકાસણા (52) રહે. રવાપર રોડ ઉમા રેસીડેન્સી ગજાનંદ સોસાયટી વિજયનગર પાછળ મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એ.એમ.જાપડીયાએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા જે બાબતે તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના પાપડીયારી પાસે રહેતા પાવન માનસિંગ માલવી (22) નામના યુવાનને કેનાલ નજીક રાધે કૃષ્ણ કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (28) નામની મહિલા ભૂલથી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News