મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે
SHARE
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે
મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે તેનો આધારે ઘણા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળે છે જેથી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય દ્વારા કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી લઈને ઘણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો તા 2 મે ને શુક્રવારે 12.45 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેઓને મળી શકશે અને નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો આગામી ખરીફ પાક સારી રીતે લઈ શકે તેના માટે ચર્ચા કરવામાં આવશે અને કેનાલને લગતા ખેડૂતોના જે પ્રશ્નો હોય સાંભળવામાં આવશે અને ટતેનો નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવશે.