મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષની બાળકીને પગમાં ફ્રેકચર: ગુનો નોંધાયો


SHARE



































મોરબીના મકનસર પાસે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષની બાળકીને પગમાં ફ્રેકચર: ગુનો નોંધાયો

મોરબીના મકનસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી દસ વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી બાળકીને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તે બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દેવભૂમિ દ્વારકાના રહેવાસી અને હાલમાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કવિતાબેન રમણીકભાઈ સોલંકી (27)એ કાર નંબર જીજે 36 આર 9855 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના મકનસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપરથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીની દીકરી ઢબુ (10) ને કાર ચાલકે હડફેટે લેતા તેને જમણા પગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટકે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચાર બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5,200 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળિયા (38) રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.


















Latest News