મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કોલસા લેવા એડવાન્સમાં આપેલ રૂપિયા પાછા ન દેવા માટે ડીવાયએસપી કામરિયાના નામે યુવાનને ડરવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવ્યા !


SHARE













મોરબીમાં કોલસા લેવા એડવાન્સમાં આપેલ રૂપિયા પાછા ન દેવા માટે ડીવાયએસપી કામરિયાના નામે યુવાનને ડરવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવ્યા !

મોરબીમાં રહેતા અને અગાઉ કોલસાનો બિઝનેસ કરતા યુવાન પાસેથી એડ્વાન્સમાં રૂપિયા લઈને તેને અડધી જ રકમનો માલ આપવામાં આવ્યો હતો અને ત્યાં બાદ તેને માલ આપવામાં આવેલ ન હતો જેથી કરીને યુવાને તેના 10.69 લાખની ઉઘરાણી કરી હતી જે રૂપિયા પાછા ન આપવા પડે તે માટે કારસો રચવામાં આવ્યો હતો અને એડવાન્સમાં રૂપિયા લેનારા શખ્સે તેના જ મિત્રને ડીવાયએસપી તરીકે યુવાનને ફોન કરાવ્યો હતો અને યુવાનને ડરાવી ધમકાવીને પ્રશ્ન સોલ્વ કરાવી દેવાનું કહીને તેની પાસેથી ગૂગલ પે મારફતે 30,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઈડ ફ્લેટ નંબર ઈ-201 માં રહેતા અમિતકુમાર દલીચંદભાઈ વરમોરા (39)હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી રહે. વિજયનગર મોરબી, હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા રહે. હડમતીયા તાલુકો ટંકારા તથા હિમાંશુ ભટ્ટ નામના ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદી કોલસાનો બિઝનેસ કરતો હોય તેણે દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી પાસેથી માલ લેવા માટે એડ્વાન્સમાં 23 લાખ રૂપિયા આપેલ હતા જેની સામે તેણે 12 લાખનો માલ આપવામાં આવેલ હતો જો કે, 10.69 લાખ રૂપિયાનો માલ આપવામાં આવેલ ન હતો જેથી તે રૂપિયાની ફરિયાદી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી પાસે માંગણી કરી હતી પરંતુ તે રૂપિયા ફરિયાદીને આપવામાં આવેલ ન હતા અને ત્યાર બાદ દિલીપભાઈ જીવાણીએ તેના મિત્ર હિતેશભાઈ કેશવજીભાઇ કામરીયાને પોતે ડીવાયએસપી છે તે પ્રકારે ફરિયાદી યુવાનને ફોન કરાવ્યો હતો.

જોકે હિતેશભાઈ કામરીયા રાજ્ય સેવક ન હોવાનું જાણતો હોવા છતાં પોતે રાજ્ય સેવકનું નામ ધારણ કરીને ફોન કર્યો હતો અને ફરિયાદી યુવાનને ડરાવી ધમકાવીને રૂપિયાની લેતીદેતી બાબતે જે પ્રશ્ન છે તે સોલ્વ કરાવી આપવાની બહાને ફરિયાદી યુવાન સાથે છેતરપિંડી કરી હતી અને હિતેશભાઈ કામરીયાના કહેવાથી હિમાંશુ ભટ્ટના મોબાઈલ નં. 88490 11793 ઉપર ફરિયાદી 30 હજાર રૂપિયા ગુગલ પે કરાવી આપ્યા હતા. ત્યાર બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 419, 170, 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન..વસાવા ચલાવી રહ્યા છે વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ જે શખ્સે ડીવાયએસપી કામરિયાના નામે તેણે ફોન કર્યો હતો તે હિતેશ કામરિયા નિવૃત એસપી કે.ટી. કામરિયાને કુટુંબમાં દૂરનો ભત્રીજો થાય છે. અને ડીવાયએસપીનું નામ લઈને તેની પાસેથી 30 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા જેથી યુવાને અહીના નેતાને તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 




Latest News