મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે બંધ પડેલા સિરામિક કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ યુવાનનું મોત


SHARE









મોરબીના જૂના ઘૂટું રોડે બંધ પડેલા સિરામિક કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ યુવાનનું મોત

મોરબીના જૂના ઘૂટું રોડે આવેલ યેસા ટાઇલ્સ નામના પડી ગયેલા કારખાનામાં માટીના ઢગલા ઉપરથી બીમારી સબબ મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જૂના ઘૂટું રોડે આવેલ સિટી સીરામીક કારખાનાના લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા સદરે આલમ ઉર્ફે મુલચંદ મોહમદ તૈયબ શેખ (38) નામના યુવાનો જુના રોડ ઉપર આવેલ સેલોન સીરામીકની બાજુમાં બંધ પડેલ યેસા સિરામિક નામના પડી ગયેલા કારખાનામાં માટીના ઢગલા ઉપર બીમારી સબબ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોહમદ ગુલાબ મોહમદ તૈયબ શેખ (40) રહે. સોની સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં જાંબુડીયા તાલુકો મોરબી મૂળ રહે. બિહાર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News